ભાગવત રહસ્ય - 182

  • 458
  • 168

ભાગવત રહસ્ય-૧૮૨   બલિરાજા શુક્રાચાર્યને કહે છે-હું પ્રહલાદના વંશનો છું,હું વૈષ્ણવ છું.અમે વૈષ્ણવોગળામાં કંઠી ધારણ કરીએ છીએ.વૈષ્ણવો પોતાનું શરીર પરમાત્માને અર્પણ કરે છે.શરીર ભોગ માટે નથી ભગવાનના માટે છે,તેનું સતત સ્મરણ રહે તે માટે વૈષ્ણવો ગળામાં કંઠી ધારણ કરે છે.હું સર્વ અર્પણ કરીશ એટલે મારો બ્રહ્મસંબંધ થશે.અને ભગવાનનો થઈશ.એટલે હું જ્યાં જાઉં ત્યાં પરમાત્માએ આવવું પડશે.કદાચ હું નરકમાં જાઉં તો ઠાકોરજીએ ત્યાં આવવું પડશે.આજે હું સર્વસ્વનું દાન કરીશ.છો ને પછી –ભલે- મારે નરકમાં જવું પડે.   બ્રાહ્મણને જયારે દાન કરવામાં આવે છે –ત્યારે તેના શરીરમાં વિષ્ણુનું આવાહન કરવામાં આવે છે. ત્યારે આ તો સાક્ષાત મહાવિષ્ણુ મારે ત્યાં આવ્યા છે.ગુરુજી ,હું