ભાગવત રહસ્ય - 180

  • 546
  • 156

ભાગવત રહસ્ય-૧૮૦   વામનજી મહારાજને જનોઈ આપવામાં આવે છે-સૂર્યનારાયણ ગાયત્રીનો મંત્ર આપે છે. માતા અદિતિએ લંગોટી આપી છે.ધરતીએ આસન-બ્રહ્માએ કમંડળ-સરસ્વતીએ જપ કરવા માળા-અને કુબેરે ભિક્ષાપાત્ર આપ્યું છે. આજથી ત્રિકાળ સંધ્યા (ત્રણ કાળે સંધ્યા) કરવાની એવો આદેશ થયો છે.   સંધ્યામાં બ્રાહ્મણોની –આજકાલ અશ્રદ્ધા થઇ છે-અને એટલેજ બ્રાહ્મણોનું પતન થવા લાગ્યું છે.મનુ મહારાજે બ્રાહ્મણોના ખુબ ધર્મો બતાવ્યા છે-પણ એ બધું કરવું –અત્યારના જમાનામાં ઘણું અઘરું છે.છેવટે ત્રિકાળસંધ્યા નહી તો –કમસે કમ-પ્રાતઃસંધ્યા કરે તો પણ ઘણું. મહાપ્રભુજી હંમેશા ત્રણવાર સંધ્યા કરતા. રામાયણમાં વર્ણન આવે છે-રામજી નિત્ય સંધ્યા કરે છે. શ્રીકૃષ્ણ પણ સંધ્યા કરે છે-તેવું –ભાગવતના દસમાં સ્કંધમાં લખ્યું છે. (કોઈ પણ માણસ