ભાગવત રહસ્ય - 179

ભાગવત રહસ્ય-૧૭૯   કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા કરવા ગયા છે.અદિતિ ઘરમાં એકલાં છે.પરમ પવિત્ર વિજયાદ્વાદશી નો દિવસ છે.માતા અદિતિ સમક્ષ વામન-ભગવાન પ્રગટ થયા છે.ચારે બાજુ પ્રકાશ પડ્યો. કશ્યપને ખબર પડી-દોડતા દોડતા વામન ભગવાનનાં દર્શન કરવા આવ્યા છે.માતપિતાને ભાન કરાવવા ચતુર્ભુજ સ્વરૂપ બતાવ્યું છે. દર્શન કર્યા કે-ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ અદૃશ્ય થયું અને સાત વર્ષના બટુક વામન ભગવાન રૂપે પ્રગટ થયા છે. સુંદર લંગોટી પહેરી છે-દિવ્ય તેજ છે.   વામનજી મહારાજના દર્શન કરવા બ્રહ્માદિ –દેવો પધાર્યા છે.તેમણે કશ્યપને ધન્યવાદ આપ્યા. “તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો.આજે તમે જગતના પિતાના પણ પિતા બન્યા છો.” વામનજીની બાળલીલા બિલકુલ નથી. પ્રગટ થયા ત્યારે સાત