ભાગવત રહસ્ય-૧૭૮ શંકરાચાર્યે શતશ્લોકીમાં કહ્યું છે-કે –લોકો ચામડીની મીમાંસા કરે છે- પણ આ દેહ જેનાથી સુંદર દેખાય છે-તે આત્માની કોઈ મીમાંસા કરતુ નથી. જગત બગડ્યું નથી પણ જગતમાં રહેતા મનુષ્યોની આંખ-મન-બુદ્ધિ બગડ્યા છે. દૃષ્ટિ સુધરે તો સૃષ્ટિ સુધરશે. “ભાગવત- જગતને જોવાની આંખ અને દૃષ્ટિ આપે છે.” એક વખત જનકરાજાના દરબારમાં અષ્ટાવક્ર મુનિ પધાર્યા.તેમનાં આઠ અંગ વાંકાં જોઈ બધા હસવા લાગ્યા. અષ્ટાવક્ર પણ હસવા લાગ્યા. જનકરાજાએ તેમને પૂછ્યું કે-અમે બધા તો તમારું વાંકુ શરીર જોઈ હસીએ છીએ-પણ તમે કેમ હસો છો? અષ્ટાવક્ર બોલ્યા-મેં માન્યું હતું કે જનકરાજાના દરબારમાં બધા જ્ઞાનીઓ વિરાજે છે-પરંતુ અહીં તો બધા ચમાર ભેગા થયા છે.આ