સોલમેટસ - 6

એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ અને રુશીને દુરથી જુએ છે. આરવે રુશીનો હાથ પકડેલો હોય છે. એ જોઈ અને કોન્સ્ટેબલ અર્જુન અવાચક થઇ જાય છે અને વિચારી લે છે કે નક્કી આ બંને સાથે છે અને આ કેસમાં સંડોવાયેલા પણ છે. એસપી ઝાલા એમને બોલાવેલા બીજા એક પોલીસકર્મી કે જે સાદા પહેરવેશમાં એમની પત્ની સાથે આવ્યા હતા એમને ઇશારાથી કાઈક સુચના આપે છે અને ત્યાંથી રવાના થાય છે. ગાડીમાં બેસતાની સાથે જ કોન્સ્ટેબલ અર્જુન એસપી ઝાલાને કહે છે, ‘સર, નક્કી આ કેસતો પેલા મધુકાન્તા જેવો થયો. એમના હસબંડ અને એમની બેસ્ટફ્રેન્ડ વચ્ચે લફરું હતું અને એટલે