હોલિવુડની માસ્ટરપીસ ફિલ્મો

જ્યારે ઉત્તમ ફિલ્મની ખાસ કરીને હોલિવુડની ફિલ્મની ચર્ચા થાય ત્યારે કેટલાક નિર્દેશકોનાં નામ ચર્ચાતા જ હોય છે અને મોટાભાગે દરેકની પસંદ સમાન ન હોવાનું પણ બનતું હોય છે તેવામાં પોતાની પસંદગીનાં નિર્દેશકનું નામ યાદીમાં કેમ નથી તેવું વાચકો સતત પુછતા રહે છે તેવામાં સિનેમેટોગ્રાફીમાં બેસ્ટ એવી ફિલ્મોની વાત કરવાનું કામ જોખમી બની રહે છે. ૧૯૯૯માં બનેલી અમેરિકન બ્યુટી એ એલન બોલ દ્વારા લિખિત અને સેમ મેન્ડેસ દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ હતી.કેવિન સ્પેસીએ આ ફિલ્મમાં લેસ્ટર બર્હામની ભૂમિકા ભજવી હતી જે યુવાન પુત્રીની મિત્ર તરફ ખેંચાય છે.આ ભૂમિકા મીના સુવારીએ ભજવી હતી જ્યારે તેની પત્નીની ભૂમિકા એનેટટ્ટ બિનિંગે ભજવી હતી.થોરા બીચે અસલામત