ભાગવત રહસ્ય-૧૭૫ સમુદ્ર-મંથન કરતાં- સમુદ્રમાંથી સહુથી પહેલાં ઝેર નીકળ્યું. મનને સ્થિર રાખી જે પ્રભુ પાછળ પડે છે-તો પહેલું ઝેર મળે છે.ભગવાન કસોટી કરે છે.ઝેર સહન કરે તો પછી અમૃત મળે છે.મહા પુરુષોએ ઝેર પચાવ્યું,દુઃખ સહન કર્યું-એટલે એમને ભક્તિરૂપી અમૃત મળ્યું છે. નિંદા એ ઝેર છે,કર્કશ વાણી એ ઝેર છે.પ્રતિકૂળ પરિસ્થિતિ એ ઝેર છે. દુઃખી થયા વગર આ ઝેર સહન કરવાનું છે. તો અમૃત મળે છે. યુવાનીમાં મંથન શરુ થાય છે,સહુ પ્રથમ વિષયો મળે છે. વિષયો વિષ છે. સમુદ્ર મંથનમાંથી પહેલું ઝેર નીકળ્યું -અને આ ઝેરની વાસ દેવો અને દૈત્યોથી સહન થતી નથી. તેથી તેઓ પ્રભુને પ્રાર્થના કરે છે-નાથ,કૃપા