૮૯ સેન્ટ્રલપાર્ક થી બહાર નિકળતા હતા ત્યારે ગીરના જેવુ પાંખું નહી પણ ડાંગના ગાઢ જંગલ યાદ આવી ગયુ ...સો ફુટ ઉંચા વૃક્ષોની એ હરિયાળી આપણને આખા અમેરિકાના હાય વે ની બન્ને બાજુ જોવા મળે અમે જ્યાં રહીયે છીએ ત્યાં હ્યુસ્ટન ના દરેક મેનરોડ ની બન્ને બાજુ ભલે પ્રાઇવેટ લેન્ડ હોય પણ એવાજ ઉંચા સાંઇઠથીસો ફુટના વૃક્ષોની એવી વનરાજી હોય કેપાંચફુટ અંદર જઈ ન શકાય..રસ્તાની બન્ને બાજુ બોર્ડ લાગેલા હોય “બી સ્લો ડીયર એરીયા” ..અવારનવાર હરણાઓ હાઇવે આજુબાજુ આરામથી ચરતાં હોય.. અમારા બંગલાની પાછળ બેકયાર્ડને અડીને છ સાત ફુટ ઉંચુ ઘાંસનુ મેદાન છે રોજ સવારે સોનેરી સોનેરી મૃગલા કહીયે એવા હરણા