ફરે તે ફરફરે - 78

  • 344
  • 82

૭૮   “ હે હોઇ નહી ! એમ કેમ બને..? મારી ડાયરીના પાના આડાઅવળા થઇ ગ્યા ? અરે મારી વહુ રાણી ભારે થઇ … ઓગણીસસો અઢારમાં આપણે કોલોરાડો ગયા હતા અને બે હજાર વીસમાં આખા અમેરીકાના ઇસ્ટકોસ્ટને ધમરોળ્યુ હતું બરોબર ? તો આ બે અલગ અલગ પ્રવાસોનું જંકશન થઇ ગયુ ? આ તો જાના થા જાપાન ચલે રંગુન યાની યાની લોચા હો ગયા..? બે પ્રવાસ મિક્સ થઇ ગ્યા એમ ? એનું કારણ શું ? “  “ ડેડી એ મને ખબર નથી પણ એક વાત છે બન્નેમાં અમરોલા આવ્યું હતું એટલે તમારા મગજમાં કંઇક ધમાધમી થઇ હશે … એક પ્રવાસને બીજા