૭૫ સાંજે ડુંગરા ઉતરી જંગલ છોડી જે શહેરમા આવ્યા તેનુ નામ પણ રોકી માઉન્ટન . માઉંટન રોકીંગ કરે ? એવો તોફાની વિસ્તાર તો આવ્યો કારણ કે “ યે હસી વાદીયાં યે ખુલ્લા આસમાં એ આર રહેમાનનું અતિ લોકપ્રિય ગીત મનમાગણગણતો હતો.. પણ આ તો સાત આઠ હજાર ફુટ ઉંચા અમારી હાઇટથી એટલે પહાડની ટોચ જોવા માથુ પકડીને ઉંચે જોવું પડે.. એવી ઘટ્ટ લીલોતરી ગાઢ જંગલ બરાબર અમારી હોટેલ પાછળ હતુ .. સામે ખળખળતી નાનકડી નદીમાં વહેતું બિલ્લોરી કાચ જેવું શુધ્ધ જળ વહેતું હતુ પેની ડૂબે ક્યાંક ગોઠણ ડૂબે એટલુ પાણીનો પ્રવાહ થોડો ધસમસતી હતો એ નદીની સામે પાર કેટલાક