ફરે તે ફરફરે - 74

  • 396
  • 108

૭૪ કેબીન હોટલમાં કોઇ પુછવા યે ન આવે કે જીવો છો કે ઢબી ગયા...નાસ્તા ચા કોફી કેવા ?રામ રામ કરો...અમારા થેલાઓ ઘરના નાસ્તાઓ પુરા થવા  આવ્યા હતા નાસ્તાનાં થેલાઓની ગરીબાઈ પછી વધારે માઠીદશા તો અમારા બે જણની હતી .. છોકરાવ અમેરીકન થઇ ગ્યા છે એટલે એકલી બ્ડબટર ચીઝ જમકાવે કેપ્ટન અને વહુરાણીપણ જો મીલા સો બિસમિલ્હા કરે પણ અમને ભાખરી રોટલી રોટલા યાદ બહુ આવે અમેરિકામાં જ્યાં જૂઓ ત્યાં ઇંડીયન સ્ટોરમાં રેડી ટુ કુક પંજાબી કુલચા રોટી થેપલા જાતજાતના નાસ્તા શાકનાં પેકેટ મળે પણ મારો જુલ્મો દિકરો એક જરા પકડીને બેઠો હતો કે જે મળે તે ખાવાનું પછી પીઝો મળે