2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ ચોક પાસે જ સ્થિત ગાલિબ ઍન્ડ કંપની નામના કૉફી હાઉસમાં કાચનો દરવાજો ખૂલતાની સાથે જ જમણી તરફ ગોઠવેલી ચાર ખુરશીઓમાંથી ત્રણ રોકાયેલી હતી. તે ખુરશીઓ પર બિરાજેલા ડાયમંડ ઍસોશિએશનના વાઇસ પ્રેસિડન્ટ રાજ ડંડુકિયા તેમના બે સાથીદારો સાથે રેડની પ્રતીક્ષામાં હતા. ખુરશીઓની વચોવચ ગોળ માથું ધરાવતી ટીપાઇ રાખેલી હતી. જેના પર હજુ સુધી કોઇ વસ્તુ પીરસાઇ નહોતી. ફક્ત પાણીની એક બૉટલ પડેલી હતી. તે જ તરફ રાજની પાછળની બાજુએ લાકડાના બનેલા રેકમાં અંગ્રેજીમાં લખાયેલા અસંખ્ય પુસ્તકો ગોઠવેલા હતા. જે જોઇએ તે વાંચવા લઇ શકાય, વાંચીને પાછા જ્યાં હતા ત્યાંને ત્યાં ગોઠવી