લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-37

  • 166
  • 76

 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-37   “તેરાંઆ..... ચેહરાઆ....જબ નઝર આયે....!” આરવે ગાયેલાં એ સોંન્ગનાં શબ્દો સિદ્ધાર્થનાં કાનમાં પડઘાઈ રહ્યાં. ફૂડ ટ્રક પાર્કમાં આરવે લાવણ્યા માટે ગાયેલું એ સોંન્ગ અને તે ગોઝારો દિવસ સિદ્ધાર્થને યાદ આવી ગયો. આખુંય વાતાવરણ જાણે આરવનાં સ્વરમાં ગવાયેલાં એ ગીતનાં શબ્દોથી ગુંજી રહ્યું. એક ક્ષણમાં જાણે આખો ભૂતકાળ નજર સામે તરવરી ઉઠ્યો. આરવનો એક્સિડેન્ટ, એ પછી આરવની એ હાલત, તેની નેહા સાથે સગાઈ તૂટવી, સિદ્ધાર્થ સાથે નેહાની સગાઈ, આરવનું એકલાં રશિયા જવું એક-એક ઘટના જાણે સિદ્ધાર્થની નજર સામે ઝડપથી પસાર થઈ ગઈ. આરવ સાથે, નેહા સાથે તેમજ પોતાની સાથે જે કઈં પણ થયું એ બધા