લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-35

  • 1.6k
  • 788

લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-35   “કૂઉઉઉઉ....!” “પ્લેટફૉર્મ નંબર ત્રણ ઉપર આવનારી શતાબ્દી એકપ્રેસ .....!” કાલુપુર રેલ્વે સ્ટેશનનાં સ્પીકરમાં એનાઉન્સમેન્ટ સંભળાઈ. ઘોંઘાટ જેવો સ્પીકરનો મોટો અવાજ છતાંય વિચારોનાં ઘોંઘાટમાં ખોવેયલાં અને સ્ટેશનનાં પ્લેટફૉર્મનાં બાંકડે બેઠેલાં સિદ્ધાર્થનું ધ્યાનભંગ ના થયું.     સુરેન્દ્રનગરથી વિકટ સિદ્ધાર્થને મળવા સીધો અમદાવાદ આવી રહ્યો હતો. અમદાવાદનાં કાલુપુર રેલવે સ્ટેશન પહોંચવામાં વીસેક મિનિટ બાકી હતી ને વિકટે સિદ્ધાર્થને કૉલ કર્યો હતો અને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચવાંનું કહ્યું હતું. પોતાનાં ખાસ ભાઈબંધને મળવાની અધિરાઈને લીધે જ બરોડા ઘરે જવાની જગ્યાએ વિકટ સુરેન્દ્રનગરથી સીધો જ અમદાવાદ આવી રહ્યો હતો. વિકટનો અવાજ સાંભળતા જ સિદ્ધાર્થને અડધી રાહત થઈ ગઈ હતી.