લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-34

  • 2k
  • 974

 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-34   “દાદીઈઈ.....!” નૈવેધનો પ્રસંગ પત્યા પછી ગામમાં ઘરે આવતાં જ સિદ્ધાર્થ સીધો કલાદાદી પાસે દોડી ગયો. ઘરની અગાશીમાં કલાદાદી ખાટલો નાંખીને બેઠાં હતાં. ચોમાસાને બાદ કરતાં કાયમ તેઓ ઠંડી અને ગરમી બંને ઋતુમાં ઉપર અગાશીમાં જ સૂતા. દિવસે તેઓ ઘરના આગળના વિશાળ ચોગાનમાં ઉગેલા લીમડા નીચે ખાટલો નાંખીને બેસતાં.   કલાદાદીને શોધતાં-શોધતાં અગાશીમાં આવી સિદ્ધાર્થ સીધોજ તેમની પાસે આવ્યો અને ખાટલામાં તેમની જોડે બેસી આડો પડી તેમનાં ખોળામાં માથું ઢાળી દીધું.   “ઓહો...આ છોકરો તો જો....!” ખાટલામાં બેઠેલાં કલાદાદીના ખોળામાં સિદ્ધાર્થ માથું નાંખી સુઈ જતાં કલાદાદી મજાક કરતાં બોલ્યાં “જા તારી મા જોડે જા