બોલીવૂડની બેડ- ગર્લ અધર વુમન, વેમ્પ, ડાન્સર, ખલનાયિકા, બાર ડાન્સર - એક સમયે તેઓ શું કરશે, કેવી રીતે કરશે? કોને ફસાવશે? આ અને આવા અનેકવિધ પ્રશ્નો હિન્દી ફિલ્મ નિહાળતા દર્શકોના મગજમાં સતત ઘુમતા રહેતા. આવો એક સમય હતો- જેનો પ્રારંભ લગભગ ૧૯૩૦-૧૯૪૦ થી શરૂ થયો હતો, એમ કહી શકાય અને એવી ભૂમિકા ત્યારે કુલદીપ કૌર ભજવતી. બેશક, કુલદીપ સુંદરતોહતી જ એટલું જ નહીં, એ સોફિસ્ટિકેટેડ - વ્યવહારદક્ષ, તીવ્ર કામવાસના યુક્ત-લંપટ અને નિર્દોષ તથા અસંદિગ્ધ હીરોને ફસાવતી. આ પછી કુલદીપ કૌર જેવી અદાકારા ઘણી આવી જેમાં નાદિરા , મનોરમા, શશીકલા, લલિતા પવાર, હેલન, બિન્દુ, અરુણા ઈરાની, પદ્મા ખન્ના, લક્ષ્મી છાયા વગેરેનો