નિતુ - પ્રકરણ 69

  • 660
  • 368

નિતુ : ૬૯ (નવીન તુક્કા)નિતુ પ્રત્યેની નવીનની લાગણી દિવસે ને દિવસે દ્રઢ બનતી જઈ રહી હતી. કોઈને કોઈએ વિષય કે બહાનું શોધી તે તેની સાથે વાતો કરી જ લેતો. જોકે આ વાતે નિતુને પણ હવે કોઈ ઇન્કાર નહોતો. એક સારા મિત્રની જેમ એ પણ ક્યારેય તેની કોઈ વાતનું ખોટું ના લગાડતી કે ના તેની વાતોના પ્રત્યુર વગર રહેતી. તેને નવીનનાં રૂપમાં એક નવો દોસ્ત મળ્યો હતો. તેને જરાકેય અહેસાસ થાય, કે નિતુની ખુશીમાં ભંગાણ થઈ રહ્યું છે, તુરંત તે અવનવા પ્રયોગો કરી ફરી તેને જુસ્સાથી ભરી દેતો.કેન્ટીનમાં રોજે સાથે લન્ચ કરતા કરતા તે તેને હસાવ્યા જ કરતો. આજે તેઓ લંચ