મને તમે મળ્યા

  • 558
  • 228

        હેરી  ગાડીમાથી ઉતરે છે. અને સામે વ્રજ નિવાસ પાસે ગાડી ઉભી છે. હેરી આજુબાજુ બધે જ જુએ છે. વ્રજ નિવાસમાં ઘરની જાળી જાણે કોઈ આધુનિક શિલ્પ કારે સુંદર  કોતરણી  જોવા મળે છે. અને ઉપર ઓપન ગેલેરીનો પારદર્શક કાચ ઘરની પારદર્શિતા સાથે એક નવું જ રૂપ બતાવતું હતું.  ગાડીની બીજી તરફથી હળવાશથી વસંતબેન દરવાજો ખોલી બહાર આવે છે.  વસંતબેન - હેરી અહીં શુ કામ ઉભો છે?  અંદર ચાલને બેટા. હેરી - હા મમ્મી ચાલ. પછી બંને અંદર ઘરમાં પ્રવેશ કરે છે. દરવાજાની બંને તરફ લાભ શુભ સાથિયા સાથે દર્શાવેલું હતું. દરવાજાની નીચે અને પગથિયાંની બરાબર બાજુમાં WELCOME લખેલુ હતું.