વર્કિંગ વુમન

  • 802
  • 1
  • 298

-: વર્કિંગ વુમન :-ગગનમાં ઉડતાં મને બહુ વાર લાગે છે, મારી પાંખોનો મને બહુ ભાર લાગે છે. વનિતા દવે નાં ઘરે સવાર સવારમાં બધાને કામની ઉતાવળ હોય. અને કરનાર માત્ર એક વનિતા. "વનિતા, મારું ટિફીન લાવ, જલ્દી મારા મોજાં આપને ,મમ્મી મારો કંપાસ ક્યાં? મારી ચા લાવજે ને" જયારે પિયરમાં બધું હાથવગું, પિયરની સવાર ખરેખર સવાર જેવી લાગતી. અને અહીંની સવાર મજૂરની ઠંડી ચા જેવી નીરસ. પતિ મનિષ, પુત્ર જેનીલ, ગૌરીશંકર જેઠ, કુમુદ જેઠાણી. પાંચનો પરિવાર, ગૌરીશંકર કર્મકાંડી. કુમુદને એક બેંકમાં નોકરી હતી. જેથી પરિવારમાં થોડો વટ રહેતો.મનિષ કંપનીમાં નોકરી કરતો. પગાર ઓછો એટલે વનિતાને થોડું દબાઈને રહેવું પડે. સમાજમાં ઈજ્જત તો કુમુદની થતી.વનિતાને વિધાતા