સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દર્શાવેલા સ્થળો અને પાત્રો પૂર્ણપણે કાલ્પનિક ઘટનાઓ પર આધારિત છે અને તેનો ગુજરાત કે ભારતના ઈતિહાસ સાથે કોઈજ સંબંધ નથી. સિંહાસન સિરીઝ પ્રથમ અધ્યાય સંઘર્ષ પ્રકરણ – ૨૦ – મરુભૂમિના મહારાજ અજિત સિંધણ બે પળ માંડ વીતી હશે કે રાજકરણ અને મંત્રીઓ જ્યાં બેઠા હતા તેમની પાછળથી છડી પોકારવામાં આવી. ‘સર્વે સભાસદો અને દરબારીઓને જાણ થાય, આજીવન અજય, જમીન, મરુ અને સમુદ્રના સ્વામી, દયાળુ, દાનવીર, પ્રજાવત્સલ, ભગવાન ચંદ્રનાથ અને માતા આશાતંતુની કૃપા જેમના પર સદાય વરસતી રહે છે તેવા મરુભૂમિના મહારાજ અજિત સિંધણ સમગ્ર રાજપરિવાર સાથે દરબારમાં પધારી