પાટણ અને સોન કંસારી ફિલ્મનો સંબંધ..

  • 954
  • 1
  • 248

સોન કંસારી અને પાટણબરડાઈ બ્રાહ્મણોની શૌર્ય કથા બરડા ડુંગરની તળેટીમાં આવેલ ઘુમલી ગામનો વિનાશ,સોન કંસારીનો શ્રાપ અને બરડાઈ બ્રાહ્મણોની શૌર્ય કથા:-ઘુમલી ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે,જે બરડા પર્વતમાળાની તળેટીમાં સ્થિત છે.પોરબંદરથી તે ૪૫ કિ.મી.ના અંતરે આવેલું છે.ઘુમલી આઠમી સદીની મધ્યથી દશમી સદી સુધી સૈધવ શાસકોની રાજધાની હતી.ઘુમલી ત્યાર બાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના જેઠવા શાસકોની રાજધાની હતી.ઈ.સ.૧૨૨૦માં રાણા સિયાજીએ ઘુમલીને જેઠવા રાજ્યની બીજી રાજધાની તરીકે ઘોષિત કરી અને રાજધાની શ્રીનગર (પોરબંદર)થી ઘુમલી ખસેડી.પુસ્તક ’મકરધ્વજવંશી મહિમાલા’ અનુસાર પશ્ચિમ સૌરાષ્ટ્રનું જેઠવા વંશ રાજપૂત રાજ્ય આજના પોરબંદરથી છેક મોરબી સુધી વિસ્તરેલું હતું.૧૨મી અને ૧૩મી સદીના ઘુમલીના જેઠવા શાસકો પાટણ ખાતે ગુજરાતના