રેડ સુરત - 4

  • 188
  • 64

ઉધના રેલ્વે જંકશન, સુરત         પોલીસ-વાન ઉધના રેલ્વે લાઇન પાસે પહોંચી ચૂકેલી, જ્યાં મેઘાવી, પોલીસ જવાનો અને રૅલ્વે માસ્ટર લાશની બાજુમાં જ ઊભા હતા. એક તરફ રક્તથી ખરડાયેલ કોથળો, અને બીજી તરફ કપાયેલા માથાવાળી લાશ હતી. વાન ઊભી રહેતાની સાથી જ આવેલ પીઆઇ અત્યંત ઝડપથી ઢાળ ચડવા લાગ્યો. મેઘાવીની સામે આવીને તેણે પોલીસની અદામાં સલામ ઢોકી. મેઘાવીએ પણ આંખોથી સલામ સ્વીકારી. તેણે લાશની આસપાસ આંટા માર્યા, થોડી વાર ટ્રેક પર નજર ફેરવી, આસપાસ ગરદન ઘુમાવી, અને મેઘાવી સામે જોયું, ‘સાહેબ... તમે જાઓ... મેં જોઇ લેવા...’, સરકારી પ્રણાલીમાં સ્ત્રી-પૂરૂષ પ્રમાણે ઉદ્દબોધન નથી હોતું. વરિષ્ઢ અધિકારીને સાહેબ જ કહેવું પડે, અને માટે