ગ્રહણ - ભાગ 3

  • 528
  • 230

આપણે આગળ જોઈ ગયા કે, રઘનાથભાઈના ગયા પછી નિવેદિતાજી એ ટિફિન સર્વિસ શરૂ કરી હોસ્પિટલમાં દર્દીઓ અને હોસ્ટેલમાં રહેતા છોકરા છોકરીઓને જમવાનું પહોચાડતા. નિવેદિતાજીને કપરા સમયે મહેનત કરવાની પ્રેરણા આપી હતી. તેમની મહેનત કેવી રંગ લાવે છે તે આપણે આગળ જોઈએ. નિવેદિતાજી ટિફિન બનાવી દિકરીને ઉઠાડે છે. નિવેદિતાજી: એ... અનાહિતા... ઉઠ તો બેટા... અનાહિતા: મમ્મી સુવા દેને કેટલી મસ્ત ઊંઘ આવે છે. નિવેદિતાજી: ચાલ ઉઠ તો દિકરા... અનાહિતા: મમ્મી આજે રવિવાર છે તને ખબર છે ને તાર કામમાં કદીય રજા ન હોય પણ સ્કૂલમાં તો રજા છે. નિવેદિતાજી: રજા છે તો શુ થયું વહેલા ઉઠવાની ટેવ પાડ તારા માટે સારું...