વર્ષોથી આપણે શ્રાપિત વસ્તુઓ અંગે સાંભળતા - વાંચતા આવ્યા છીએ.આ વસ્તુઓ આપણાં રોજબરોજનાં જીવનમાં ઉપયોગમાં લેવાતી જ વસ્તુઓ હોય છે જેમકે ઘર, ખુરસી, આઇનો, પાત્રો, ઢીંગલીઓ અને પેઇન્ટિંગ.આપણને કહેવાય છે કે કેટલીક વસ્તુઓમાં શેતાનનો વાસ રહેતો હોય છે અને તે જ્યાં હોય છે તેના માલિકને તો તેના વિશે જાણ પણ હોતી નથી પણ જયા આ વસ્તુઓ હોય છે ત્યાં તે હંમેશા અપ્રિય ઘટનાઓનાં નિર્માણનું કારણ બની રહેતી હોય છે.આ વસ્તુઓ એકથી બીજા હાથમાં ભલે જતી હોય પણ પોતાની સાથેના શ્રાપને તે છોડતી નથી. ૧૭૦૨માં જ્યારે હત્યાના આરોપમાં થોમસ બસ્બીને ફાંસીની સજા અપાઇ ત્યારે તેણે પોતાની એક ખુરસીને શ્રાપિત કરી દીધી