લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-30

  • 300
  • 102

લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-30                         “તું અત્યારે જ બરોડા આ’વા નીકળી જા....!?”  સિદ્ધાર્થે કૉલ રિસીવ કરતાં જ સુરેશસિંઘ બોલ્યાં “તારી જરૂર છે....!”              “તમે બરોડા છો....!?” સિદ્ધાર્થે આશ્ચર્યથી પૂછ્યું “આજે પે’લ્લા નોરતે તમારે આરતી કરવાની હતીને...!? તમે અમદાવાદ આયા નઈ....!?”             “ના...મારે નથી અવાયું....! પે’લ્લા નોરતાની પે’લ્લી આરતી નેહા કરી દેશે...!” સુરેશસિંઘ બોલ્યાં “મારે અહિયાં દોડધામ છે....! ભાઉએ તને  અર્જન્ટ બોલા’વાનું કીધું છે....!”             “શું થયું....!?” સિદ્ધાર્થે આશંકિત સ્વરમાં પૂછ્યું.             “એવું કઈં નઈ થયું....!” સમજી ગયેલાં સુરેશસિંઘ બોલ્યાં.             “ઓહ....પણ મારે કાલે બ્રોકરને મલવાનું છે....! લોન માટે....!”  સિદ્ધાર્થ બહાનું બનાવતાં બોલ્યો.             “ભાઉ કે’તા’તા કદાચ લોનની