લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-29

  • 1.5k
  • 858

લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-29                         “તમે લોકોએ કેમ કઈં મંગાયું નથી....!?” કેન્ટીનમાં પહોંચીને ચેયરમાં બેઠેલાં રોનકની પીઠ પર હળવેથી ધબ્બો મારતાં સિદ્ધાર્થ બોલ્યો. ટેબલ નીચેથી એક ચેયર ખેંચી કાઢીને તેણે લાવણ્યાને બેસવાં ઈશારો કર્યો.             “વાહ....! ક્વિન વિકટોરિયા....!”  અંકિતાએ ટીખળ કરી.             બધાં હળવું હસ્યાં. સિદ્ધાર્થ પણ.             ચેયરમાં બેસતાં-બેસતાં લાવણ્યાએ ઘુરકીને અંકિતા સામે જોયું. અંકિતાએ તેનાં ચાળાં પાડ્યાં.  સિદ્ધાર્થ લાવણ્યાની બાજુની ચેયરમાં બેઠો.             “એ બચ્ચન....!” લાવણ્યાએ હાથ કરી “બચ્ચન” તરફ જોઈને બૂમ પાડી.             ઊંચો-લાંબો અને શરીરે પાતળો “બચ્ચન” ઉતાવળાં પગલે તેમનાં તરફ આવવાં લાગ્યો.             કેન્ટીનમાં રોજની જેમજ કોલેજનાં સ્ટુડન્ટ્સની ભીડ લાગેલી હતી. નવરાત્રિ