ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. આજે ફરીથી આઠ મહિને મહિપાલ રાવની હવેલીમાં સન્નાટો વ્યાપેલ છે. જાણે શોકની ચાદર આખી હવેલી પર પથરાયેલ છે. આમ તો આજે કઈ ખાસ બન્યું નથી પણ આજે જનાર્દન રાવના પૌત્ર જનાર્દન રાવ બીજાની વરસી વાળવાની છે, કુટુંબમાં 2-3 લગ્ન માથે ઉભા છે. વરસીનું કારજ કરવા આવેલ પંડિત ના ધીમા અવાજના સૂચનો સિવાય લગભગ આખી હવેલીમાં સ્મ્શાવત શાંતિ છે. પણ બહારથી દેખાતી આ શાંતિની ભીતરમાં રહેલો કકળાટનો ધૂંધવાટ ગમે ત્યારે ફાટી નીકળે એવો માહોલ છે. શાપિત ખજાનાને હસ્તગત કરવાના વિચાર