શ્રીનિવાસ રામાનુજન

  • 972
  • 258

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોભાગ:- 36મહાનુભાવ:- શ્રીનિવાસ રામાનુજનલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીભારતમાં થઈ ગયેલાં અનેક મહાન ગણિતશાસ્ત્રીઓમાંના એક એટલે શ્રીનિવાસ રામાનુજન. નાની ઉંમરમાં જ ગણિત માટે ઘણું બધું કાર્ય કરી ગયા હતા. પરંતુ તેમણે ગણિતમાં કરેલ કાર્ય અને સંશોધનો તેમનાં મૃત્યુ પછી દુનિયા સમક્ષ આવ્યાં. ચાલો, આજે મળીએ આ મહાન ગણિતશાસ્ત્રીને કે જેમનો જન્મદિન ભારતમાં 'રાષ્ટ્રીય ગણિત દિવસ' તરીકે ઉજવાય છે. અહીં આપવામાં આવેલ લેખ તો માત્ર દસ ટકા જેટલી જ માહિતિ છે. આ મહાન ગણિતશાસ્ત્રીની તમામ શોધો લખવા માટે તો એક પુસ્તક ઓછું પડે. જન્મ અને બાળપણ:-તેમનો જન્મ 22 ડિસેમ્બર 1887નાં રોજ તમિલનાડુનાં ઈરોડ ખાતે આવેલાં કુંભકોણમ ગામનાં એક અત્યંત ગરીબ