લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-27

  • 290
  • 130

લવ રિવેન્જ Spin Off Season-2 પ્રકરણ-27                         "બધાં રાહ જોતાં ઊભાંજ છે....!" બાઇક ચલાવી રહેલાં સિદ્ધાર્થે પાછળ તેને ચીપકી બેઠેલી લાવણ્યાને કહ્યું.             તેઓ કોલેજ પહોંચવાંજ આવ્યાં હતાં. રોડની પેલી બાજુ કોલેજનાં ગેટનાં ઢાળ ઉપર ગ્રૂપનાં બધાંજ ટોળું વળીને રાહ જોતાં ઊભાં હતાં.             "આ બાજુ થોડું દૂર ઊભું રાખજેને ....!" લાવણ્યાએ હાથ કરીને સિદ્ધાર્થને કોલેજ કેમ્પસનાં કમ્પાઉન્ડની બાઉંન્ડરી વૉલ પાસે ગ્રુપનાં ફ્રેન્ડ્સથી થોડું દૂર બાઈક ઊભું કરવાં જણાવ્યું.             સિદ્ધાર્થે ડોકી હલાવીને બાઈકનાં સાઈડ મિરરમાં જોયું. પાછળ કોઈ સાધન નથી આવતું એ જોઈને સિદ્ધાર્થે બાઈક વાળીને રોડની બીજી બાજુ કોલેજ કેમ્પસનાં કમ્પાઉન્ડની બાઉંન્ડરી વૉલ જોડે ધીમી સ્પીડે ચલાવ્યું.