રાય કરણ ઘેલો - ભાગ 40

  • 168

૪૦ અજિત દુર્ગનો અજિત સ્વામી!   મહારાજ કરણરાય તો બાગલાણ પહોંચી ગયા હતા.  બાગલાણના અજિત દુર્ગનો અજિત સ્વામી રાજા પ્રતાપચંદ્ર મહારાજ કરણરાયને બાગલાણમાં આવેલ જોઇને આનંદમાં આવી ગયો હતો. લડાઈ તો જિતાય, ને લડાઈ તો રાજા હારે, પણ રજપૂતી ટેકનો આ છેલ્લો આધાર પોતાના દુર્ગમાં હતો, એને એ કાંઈ જેવુંતેવું માન ન સમજતા. પોતાના દુર્ગ વિષેનું એનું અભિમાન એનું જ હતું. એ દુર્ગ કદી નમે નહિ. આ એની ભાવના હતી. એણે મહારાજને બાગલાણ દુર્ગની ખૂબીઓ બતાવી. ગમે તેટલા મીનજનિકો અને અગનગોળા લઈને તુરુક આંહીં આવે, પણ અંદર જો કોઈ ન ફૂટે, તો આ કિલ્લાને સાત વર્ષ સુધી પણ કોઈ જીતી