૩૭ સમંદરી! મધરાત થઇ. સોઢલજી તુરુકની છાવણીની આસપાસ એક ઠેકાણે પડ્યો હતો. થોડી વારમાં એણે એક ઝીણો પંખી જેવો અવાજ સાંભળ્યો. એ સમજી ગયો. મોગલ સરદારોએ પોતાના સિપાઈઓને તૈયાર રહેવાની નિશાની આપી દીધી હતી. પણ સોઢલજીનો જીવ હજી ખોળિયામાં ન હતો. એને મોટામાં મોટી બીક હવે કાંધલજીની લાગતી હતી. આજનું કામ પાર પાડવા, જરૂર શાંતિથી હતી. રાહ જોવાની, એક પણ ઉતાવળા ન થઇ જવાની. અને કાન્હડદેનો આ વીરપુરુષ વીજળી મળે તો વીજળી ઉપર ઘા કરે તેવો હતો. કાન્હડદેવના ભાઈ માલદેવે એક વખત આકાશી વીજળી સાથે લડાઈ કરી કહેવાતી હતી. આંહીં બધે એ પરંપરા હતી. અને પોતે પણ એ જ