રાય કરણ ઘેલો - ભાગ 36

  • 164

૩૬ મધરાતે શું થયું?   મુગલ સરદારની આ અણધારી સામનો કરવાની તૈયારીની વાતથી સોઢલજી એવા તો મીઠાં સ્વપ્નમાં પડી ગયો કે કાંધલજીએ આવીને તેના ખભા ઉપર હાથ મૂક્યો ત્યારે જ તેણે જાણ્યું કે કાંધલજી પાછા આવ્યા છે. એ જાગી ગયો. ને કાંધલજી ને એની સાથેના ચારે સાથીદારોની સાંઢણીઓ ત્યાં રસ્તામાં આવીને ઊભી રહી ગઈ હતી. કાંધલજી એકલો જ આંહીં એને જોઇને આવ્યો હતો.  કાંધલજી આવીને ઊભા રહ્યા કે તુર્ત જ સોઢલજીએ પૂછ્યું: ‘કાં સિંહ કે શિયાળ?’ ‘સિંહ ભા! સિંહ!’ કાંધલજીએ જવાબ વાળ્યો. ‘શી રીતે?’ ‘આ એને આપણે માન રાખવું નથી. એ જાણે છે કે રાજપૂતી રંડાઈ ગઈ છે. આંહીં ઝાલોરગઢમાં