રાય કરણ ઘેલો - ભાગ 34

  • 262
  • 88

૩૪ ઝાલોરગઢને રસ્તે   એ વખત ઝાલોરગઢના કોટકિલ્લા ઉપર સંધ્યા સમયનો આછો અંધકાર પથરાઈ રહ્યો હતો. દૂરદૂરની ધૂસરભરેલી દિશાઓ ઝાંખી થવા માંડી હતી. પશુઓ ઘર ભણી વળી ગયાં હતાં. રડ્યાંખડ્યાં પંખીઓ ઉતાવળી ગતિએ બોલતાં બોલતાં, માળા તરફ જતાં નજરે પડતાં હતાં. અંધારપછેડો લઈને કોઈ ઝપાટાબંધ આવી રહ્યું હોય તેમ, થોડી જ વારમાં આખો પ્રદેશ છુપાઈ જવા માંડ્યો. ઝાડ, પાણી, પંખી, ડુંગર, નદી, મેદાન, બધાં એક પછી એક પોતાનું વ્યક્તિત્વ લુપ્ત કરી રહ્યાં હતાં. ઝાલોરગઢના કોટકિલ્લા ઉપર કાન્હડદે દેખાયો. તે થોડી વાર ત્યાં કાંઈક જોતો હોય તેમ ઊભો રહ્યો. ત્યાં ઊભા રહીને એક દિશા તરફ એણે કેટલીય વાર સુધી ઝીણી નજર