રાય કરણ ઘેલો - ભાગ 32

  • 766
  • 314

૩૨ પાટણ પાછા ફરીએ   કરણરાય વિચારમાં પડી ગયો. એણે ચારે તરફ દ્રષ્ટિ કરી. કોઈ દિશામાં દેખાતું જ ન હતું. હજી ઝાખું અજવાળું-અંધારું હતું. પોતે સિંહભટ્ટની રાહ જોઇને આંહીં થોભવાનું કરવું કે આગળ વધવું એનો નિર્ણય થાય તેવું ન હતું. તે ઊંડી વ્યથા અનુભવી રહ્યો. રાણીનું શું થયું હશે? વાઘોજીએ કહ્યું તેમ એના ઘોડાની દિશા જુદી થઇ હોય ને તુરુકની દોડ બીજી જ દિશામાં થઇ હોય, એમ થયું હશે? પણ એમ ન થયું હોય તો? એની આંખે તમ્મર આવ્યાં. તેને થયું કે એણે પોતે જ પાછું ફરવું રહ્યું. એ વિચારમાં પડી ગયો. કાં તો સિંહભટ્ટ પણ સપડાયો હોય. નહિતર એ