રાય કરણ ઘેલો - ભાગ 31

  • 98

૩૧ રાજા કરણ ભાગ્યો!   માધવ બોલતો બંધ થયો. સોઢલજી પાછો ફર્યો કે સૌ નગરીને ફરીને નમ્યા. હવે એક એક પળ કિંમતી હતી. એટલે મહારાજ કરણરાયે તરત જ સૌ જોદ્ધાઓને લડાઈની છેલ્લી સૂચનાઓ આપી દીધી. આંહીં સોઢલજી દુર્ગપતિ લડાઈ દોરવાનો હતો. માધવ મહામંત્રી પણ રહેતો હતો. બીજા પણ સરદારો, સામંતો હતા. મહારાજ ગયા ન હોય તેમ જુદ્ધ તો આગળ ચાલવાનું જ હતું. કેસરિયાં કરવાનો વખત આવે તો એ માટે પણ તૈયારી હતી. મહારાજે સૌની પાસે જઈ જઈને વાત કરી. જે ટકે, જે રહે, જે બચે, તે બાગલાણ ભેગા થવાના હતા. ગુજરાતની એ રણભૂમિ હતી. મહારાજને એક લાગી આવ્યું. પાટણની પ્રજાને