રાય કરણ ઘેલો - ભાગ 29

  • 316
  • 102

૨૯ રા’ માંડલિકનો હલ્લો   બીજે દિવસે અરધી રાત થઇ  ન થઇ ત્યાં મહારાજ કરણરાયના યુદ્ધ મંત્રણાખંડમાં જોદ્ધાઓ આવી ગયા. સૌ ગંભીર હતા. શાંત હતા. મરણિયા હતા. ઉત્સાહથી ભરેલા હતા. ત્યાં ખૂણામાં એક બે-દીપીકાઓ જ ધીમી  બળી રહી હતી. મીનજનિકોમાંથી પથરાનો ભયંકર મારો પાટણના ઉપર આવવાનો હરઘડીએ ભય હતો, રાતે તો જેમ બને તેમ નગરને અંધારપટમાં રાખવામાં આવતું. પાટણના કોટકિલ્લા ઉપર પણ ‘આરાદાસ’ ગોઠવાઈ ગઈ હતી. એના મીણ પાયેલા દોરામાંથી  જે પથરા ફેંકાતા, તે મીનજનિકના મારાને ટક્કર મારે તેવા નીવડતા. અચૂક નિશાની તીરંદાજ ભીલો પણ કિલ્લા ઉપર ઠેર ઠેર ચોકી રાખતા ઊભા હતા. એટલે અસાવધનો લાભ લઇ લે તેવો ભય