રાય કરણ ઘેલો - ભાગ 26

  • 488
  • 190

૨૬ વિદાય વેળાએ   બત્તડદેવની વીરગતિના સમાચાર પાટણમાં પવનવેગે આવી ગયા. તુરુક ધસ્યો આવતો હતો. એની સાથે સેંકડોનું દળ હતું. અવનવાં શસ્ત્રઅસ્ત્ર હતા. પણ મોટામાં મોટી વાત તો બીજી જ હતી. ક્યાંક પાટણને એમને એમ બાજુ ઉપર રાખીને સોમનાથ ઉપર એ સીધો જ દોડ્યો જાય નહિ! તો પાટણને સોમનાથનું રક્ષણ કરવા માટે દોડવું પડે. એની પળેપળની હિલચાલની માહિતી પાટણમાં આવી રહી હતી. અત્યારે તો એની નેમ પાટણ ઉપર જ જણાતી હતી.  દરેક પળે એક નવો ઓઢી પાટણમાં આવતો દેખાતો. સમાચાર જાણવા માટે લોકોનાં ટોળેટોળાં એને ઘેરી વળતાં, જુદ્ધ ને જુદ્ધની વાતો જ હવામાં ભરી હતી. ચારે તરફથી પાટણમાં માણસોનો ધસારો