રાય કરણ ઘેલો - ભાગ 25

  • 510
  • 188

૨૫ બત્તડ મર્યો છે; નમ્યો નથી!   બીજા દિવસે વહેલી સવારમાં હજી મહુડાસાવાસીઓ એકબીજાના મોં જુએ ત્યાં આકાશમાંથી જેમ અગ્નિના અજગર ઊતરતા હોય તેમ. અગનગોળાને મહુડાસા ઉપર ઉતરતા સૌએ દીઠા. એમનાં માટે નવી નવાઈની વાત હતી. બત્તડદેવ ને એની સાથેના જોદ્ધાઓ કિલ્લા ઉપર ચડ્યાં. નાખી નજર ન પહોંચે ત્યાં સુધી તુરુષ્કના ટોળાં પડ્યાં હતાં. પહેલી હરોળ કિલ્લાથી થોડે આઘે હતી, તો છેલ્લી હરોળ આઘેઆઘેનાં ડુંગરા ઉપર તાપણાં સળગાવતી બેઠી હતી. હજી તો આખું સેન આવી રહ્યું ન હતું. અનેક ઊંટ ઘોડાં પાયદળ હજી આવી રહ્યાં હતાં. બત્તડદેવ આ સેનને જોઈ જ રહ્યો: ‘વાઘોજી!’ તેણે પોતાના સરહદી રક્ષણહારને પૂછ્યું: ‘આવું ક્યાં