૨૦ દિલ્હીને પંથે માધવ મહેતાએ ચિત્તોડમાં વધારે વખત ગુમાવવામાં હવે ડહાપણ ન જોયું. જૂનું વૈર લેવું હોય, ને બતાવવામાં રાજમાતાનો ધર્મ આગ્રહ હોય તેવી મેવાડની મહામંત્રીની રાજશેતરંજ માધવ કળી ગયો. કારણકે ગુજરાત ખોખરું થાય તો પોતે આંહીં સૌથી બળવાન થઇ પડે એવી ચોક્કસ આશા મેદપાટને હતી. ગમે તેમ હોય મેદપાટ આડો ઘા નહિ ઝીલે, એ વાત દીવા જેવી સ્પષ્ટ હતી. વિશળદેવે લાલચ આપીને પણ ઠીક કામ બગાડી મૂક્યું હતું, એમ માધવને લાગ્યું. એણે કરણરાયને સંદેશો આપવા એક ઝડપી સાંઢણી મોકલી. મેદપાટનો મહાઅમાત્ય આ આખા કિસ્સામાં રસ લેવા આવ્યો ન હતો એ બહુ જ સૂચક હતું. માધવને દિવા જેમ સમજાઈ