૧૯ રાવળ સમરસિંહનો જવાબ પોતાને જે વિચિત્ર અનુભવ થઇ ગયો તેમાંથી કાંઈ વિચારે કે મગજમાં ગોઠવે તે પહેલા જ માધવે રાવળજીનો સત્કારશબ્દ સાંભળ્યો: ‘આવો! માધવ મહેતા! આંહીં પાસે આવો. ક્યાંથી પાટણથી આવ્યા છો?’ માધવ બે હાથ જોડી નમન કરતો ત્યાં રાવળજીની પાસે ગયો. પણ તેનું મગજ કામ કરતું બંધ થઇ ગયું હતું. એણે એક-બે પળમાં તો પદ્મિનીનાં એવાં રૂપ જોયાં હતાં કે એ કાંઈ વિચાર જ કરી શકતો ન હતો. રૂપમૂર્તિ, તેજમૂર્તિ, ભસ્મમૂર્તિ, એ ત્રણની દિવાસૃષ્ટિમાથી એ હજી મુક્ત થયો ન હતો. એ રાવળજીની વાતને પકડવા મથી રહ્યો હતો. રાવળજી બોલતા હતા: ‘બોલો ભા! કેમ આવ્યા છો?’ ‘પ્રભુ! હું