રાય કરણ ઘેલો - ભાગ 18

  • 1.2k
  • 560

૧૮ ભૂલાં પડેલાં દેવાંશીઓ!   માધવ મહેતો ચિત્તોડ પહોંચ્યો. એણે ત્યાં પ્રિયપટુ મહેતાની ઓળખાણ તાજી કરી. તે પહેલાં એ એક-બે વખત એને ચંદ્રાવતીમાં મળ્યો હતો. રાવળજીને પ્રિયપટુ ઉપર વિશ્વાસ હતો. એનો પુત્ર વેદશર્મા રાવળજીના રાજકવિ જેવો હતો. પણ માધવ મહેતાને એક વાતની ખબર હતી. રાવળજીને ચંદ્રાવતી લેવી છે. એમણે એક વખત એ લીધી પણ હતી. એ વાત એ કાઢ્યા વિના નહિ રહે. પણ રાણીની વાવની સભામાં પોતે જ એ નીતિનો વિરોધ કર્યો હતો. એટલે હવે જો એ નીતિ સ્વીકારે તો મહારાજનો વિશ્વાસ ગુમાવે. વળી મહારાજને એ નીતિ ખપતી જ ન હતી. પણ એ નીતિ ન સ્વીકારે તો રાવળજીને શી રીતે