રાય કરણ ઘેલો - ભાગ 17

  • 1.2k
  • 748

૧૭ રાજા લાવો, હું સેનાપતિ બનું!   સભા આખી એક પ્રકારનો વીજળીનો ધક્કો અનુભવી રહી. પણ આવનાર કરણરાય પોતે છે એ જાણતાં તો હડુડુ કરતાં એકદમ બધા ઊભા થઇ ગયા, અને ગભરાટમાં અવ્યવસ્થિત થઇ ગયા. પણ થોડી વારમાં આગળ સુધી જવાની એક કેડી બની ગઈ. મહારાજ કરણરાય પોતે આગળ હતો. તેની પાછળ સિંહભટ્ટ આવતો હતો. એની પાછળ કોઈ બાઈ માણસ આવી રહ્યું હતું. સભામાં એક મોટું કુતુહલ થઇ ગયું. આ કોણ? મહારાજ ક્યાંથી? સામંત મહેતો, આ બધું જોતા ચમકી ગયો. વાતનું વતેસર થઇ ગયું છે એમ લાગ્યું, મહારાજનું દિલ, આ બનાવથી ઊલટાણું ખાટું થઇ જશે, એની એને ચિંતા થઇ પડી.