૧૬ પૃથ્વીદેવ અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વંડામાં પાટણના નાગરિકો ઘણાખરા આવી ગયા હતા. ઘણાખરા તો કર્ણાવતી રાજધાની વિષેની વાત આવવાની છે, એમ જ માનતા હતા. વિશળદેવે દ્રષ્ટિ કરી, તો એને ત્યાં વિખ્યાત શ્રેષ્ઠીઓને આવેલા જોયા. પાટણ પ્રત્યેના પ્રેમથી દોરાઈને એ આવ્યા હતા, તો સામંત મહેતાનું નામ, મહારાજ પાસે એક પ્રબળ શક્તિશાળી અનુભવી તરીકે રજૂ થાય ને ગઈ સત્તા જૈનોને પાછી મળે એ હેતુથી પણ ઘણા દોરાયા હતા. સત્તા ગઈ છે, એ પ્રશ્ન ઘણાને આકરો લાગતો હતો. સામંત મહેતો ઘણો ધર્મનિષ્ઠ હતો, તો ધર્મસહિષ્ણુતા પણ એની જ હતી. એટલે બીજા અનેકો ત્યાં આવ્યા હતા. સૌના મોં ઉપર