રાય કરણ ઘેલો - ભાગ 15

૧૫ વિશળદેવની રમત   સિંહભટ્ટ પાસેથી વાત જાણ્યા પછી કરણરાયે તેને વધુ બારીક નજરથી જોવાનું કામ સોંપ્યું હતું. તેને વિશ્વાસ હતો. પાતાળમાંથી પણ એ વાત સિંહભટ્ટ મેળવશે અને એમ જ થયું હતું. રાણીવાવની સભા થઇ તે દિવસે જ, સિંહભટ્ટે સમાચાર આપી દીધા. વાતનું સંભવસ્થાન સ્તંભતીર્થ. ત્યાં એક કોઈ બાઈ છે તે પોતાને સારંગદેવ મહારાજની ભોગિની ગણાવે છે. તેનો એક ત્રણ જ વર્ષનો પુત્ર છે. તે સારંગદેવ મહારાજનો પુત્ર છે, એમ ઘણા માને છે. સ્તંભતીર્થના અસંતોષીઓ એ વાતને ઉત્તેજે છે. સ્તંભતીર્થમાં અસંતોષીઓ ઘણા છે. દિલ્હીની મમતાવાળા તુરુષ્કો પણ ત્યાં છે. ઘણાં નૌવિત્તકો એ પક્ષમાં હતા. આ શિશુ ને બાઈ, કર્ણાવતીમાં હોવાના