રાય કરણ ઘેલો - ભાગ 9

  • 302
  • 128

૯ કાંધલ દેવડો   કદાવર પહાડ સમો આ આદમી કોણ છે ને ક્યાંથી આવ્યો છે, એ જાણવા માટે સૌ આતુર થઇ ગયા. ત્યાં તો મહારાજના સાંનિધ્યમાં આવતાં બે હાથ જોડીને એ પોતે જ બોલ્યો: ‘મહારાજ! હું ઝાલોરગઢથી આવું છું. મારે અગત્યનો સંદેશો આપવાનો છે!’ ઝાલોરગઢનું નામ સાંભળતાં સૌ ચમકી ગયા. ઝાલોરગઢથી આવનાર માણસ કાંઈક ઘણા અગત્યના સમાચાર લાવતો હોવો જોઈએ. કાં ઝાલોર નડૂલને પડખે મેવાડ સામે યુદ્ધે ચડ્યું હોય કાં કોઈકનો ભય આવ્યો હોય. રાય કરણરાયને એની વાત અગત્યની લાગી. તરત એને પૂછ્યું:  ‘તમને કોણે મોકલ્યા છે? શું તમારું નામ?’ ‘ઝાલોરપતિ કાન્હડદેવ મહારાજનો હું સંદેશવાહક છું મહારાજ! મારું નામ કાંધલ