રાય કરણ ઘેલો - ભાગ 4

  • 292
  • 116

૪ ચંદ્રશાળા પ્રતાપચંદ્ર દેખાતો બંધ થયો કે તરત જ કરણરાયને પોતે ક્યાં ઊભો હતો તેનું તીવ્ર ભાન થઇ આવ્યું. એણે જો ગૌરવ જાળવવું હોય, એણે જો પાટણને બચવવું હોય, એણે જે તુરુષ્કોનો જ્યારે એ આવે ત્યારે સામનો કરવો હોય તો એક પળ પણ એનાથી હવે ગુમાવાય તેવું ન હતું. તુરુષ્ક બળવાન હતો અને લોહી ચાખી ગયો હતો. દેવગિરિ પછી એ ગમે ત્યાં આવવાનો હતો.  રાજાએ તાત્કાલિક નિર્ણય લેવાનો હતો. એ જે નિર્ણય લે તેના ઉપર પાટણનું ભાવિ લટકતું હતું. નમવું ને જીવવું, કે જુદ્ધ કરવું ને નષ્ટ કરવું. એ બે જ માર્ગ એની સમક્ષ હતા. પ્રતાપચંદ્રની વાતમાંથી એ વસ્તુ દિવા