એક અનોખો બાયોડેટા (સીઝન-૨) ભાગ-૪૩

  • 1.1k
  • 580

નિત્યા અને કાવ્યા ગ્લોસરીની બધી જ વસ્તુઓ લઈને ઘરે આવ્યા.વસ્તુઓને સ્ટોરરૂમમાં મૂકી નિત્યા જસુબેનની પાસે ડાઈનિંગ ટેબલ પર બેસી.કાવ્યાએ નિત્યાને પાણી આપ્યું.જસુબેને સાફ કરીને કટ કરેલ પાલક જોઈને કાવ્યાએ નિત્યાને પૂછ્યું,"વાહહ,આજ તો પાલક પનીર બનાવવાનું છે ને નીતુ?""હા""નીતુ આની જોડે સાદી રોટી નઈ પ્લીઝ""તો તું જ નાન બનાવી દે ને"જસુબેને કાવ્યાને કહ્યું."મિસ જશોદાબેન પટેલ,જબ દો છોટે બાત કર રહે હો તો કૃપયા બડો કો બીચમે બોલને કિ કોઈ આવશ્યકતા નહિ હૈ""એ ચાંપલી,મમ્મીની વાત સાચી છે.આજ તું જ નાન બનાવ.આમ પણ તારે ક્યારેક તો શીખવું પડશે ને""હા તો જ્યારે શીખવું પડશે ત્યારે શીખી લઈશ.અત્યારે તો મને શાહી ભોજનની મજા માણવા દો"એટલામાં