ફરે તે ફરફરે - 65

  • 1.7k
  • 848

ફરે તે ફરફરે - ૬૫   આગળનો પ્રવાસ શરુ થયો ત્યારે  ગાડીમા ગીત વાગી રહ્યુ હતુ "પર્વતો કે ડેરો પર શામ કા બસેરા હૈ..."કાયદેસર સાંજ પડી ગઇ હતી પણ અમેરીકામા આ ઋતુમા રાત્રે આઠ સુધી સુરજની રોશની ચમકતી હોય પછી સંધ્યા પુરાઇ ને રાત તો નવ વાગે માંડ પડે..વળી સવારમા પાંચ વાગે અજવાળુ હાજર.. બહાર ધીમો ધીમો  ઝરમર વરસાદ ચાલુ હતો .ધરના નાસ્તા પુરા થવામા હતા એટલે બાળકોને  થોડો થોડો આપી ભુખને લંબાવતા હતા... વરસાદ જોરદાર થઇને ગાડી ઉપર ત્રમઝટ બોલાવતો હતો ને અમેરિકાના નિયમ પ્રમાણે  સાંજે સાત આઠ વાગે બધી હોટેલો દુકાનો બંધ થઇ જાય .  આવુ શું કામ