ફરે તે ફરફરે - ૬૪ મુળ લેક હેમિંગ્ટન જવાનુ ,મોડા પડવાથી ઉડી ગયુ હતુ .પ્રવાસની બધ્ધી હોટેલો બુક થઇ ગઇ હોય એટલે "સાંજ સુધી રોકાઇ જાઇએ "એવુ કંઇ થયુ નહી બઢે ચલો ઓ ભારતીય બઢે ચલો ના નારા લાગી ગયા...ભારતીએ પણ હસતા હસતા ટાપસી પુરી...બે કલાક પછી માથેરાન જેવા હિલસ્ટેશન નામે હોટ સ્પ્રીંગગામે પહોચી ગયા . બહુ સુઘડ સુંદર ટેકરીઓની હારમાળા વચ્ચે ઉપર નીચે ચડતા ઉતરતા હોટેલ પહોંચી ગયા.રમેશ પારેખનુ ઢાળ ઉતરતી ટેકરીયો ને બદલે જુવાનીયા કેપ્ટન સાથે ઢાળ ચડતી ટેકરીયો નો પ્રવાસ યાદગાર બની ગયો, એની વાત પણ આજે કરીશ. “આ ચંદ્રકાંતને લઇને ક્યાય જવુ એટલે મારે ઉપાધીનો