ફરે તે ફરફરે - 59

  • 1.2k
  • 528

ફરે તે ફરફરે - ૫૯   અદભુત  કુદરતી નજારો જોઇ  કલાકની હીલી  રાઇડ પછી અમે અલરોસા પહોંચ્યા ત્યારે  રાતના નવ વાગી ગયા હતા... જરાઠેકાણે પડ્યા પછી રાતના દસવાગે આ લખવા બેઠો ત્યારે અમે ૮૫૦૦ફુટની હાઇટ ઉપર હતા .ઉંચાઇને લીધે બ્લડપ્રેશર થોડુ વધી ગયુ હતુ માથુ પકડાઇ ગયુ હતુ રૂમ બહાર હાડ થીજવે તેવી ઠંડી હતી...અંદર ગોદડાઓ વચ્ચે ગોટમોટ થઇ લખવા બેઠો  હતો...આ બધ્ધા શહેરો મેક્સીકોની બોર્ડર ઉપર છે. કેટલીક દુકાનો હજી ખુલ્લી હતી બાકી બધુ ધબડક બંધ.. હોટેલનાં ઓપરેટરથી માંડીને સ્ટાફ એકદમ ઇંડીયન લાગ્યો..! મારી સાથે ચાલતા રૂમબોયને પુચ્છુ પણ ખરું .. ઇંડીયન ..? નો મેક્સીકન સર.. શરીર ગઠીલા ..